Ek Tha Tiger Review-Kishan Radia એક થા ટાઈગર ગુજરાતી સુવિચાર(Gujarati Suvichar) 28/08/2012
સલમાનની ફિલ્મનો રિવ્યૂ કરવો એટલે જીન્સની
એક જોડીને ઈસ્ત્રી કરવા જેવું છેઃ સાચે જ જરૂર શું છે? • • •
→•The real tiger is back with a bang•←
લોકો સલમાનની ફિલ્મ્સ જોવે જ છે અને આ વાત ફિલ્મમેકર્સ સારી રીતે જાણે છે. સુપરસ્ટારને સાઈન કર્યા બાદ તેમની પાસે કંઈક ખાસ કરવા જેવું રહેતું નથી. ફક્ત કહેવાતાં 'સલમાન-મેનિયા'ની રોકડી કરવાનું રહે છે. ફિલ્મમાં સલમાન ક્યું પાત્ર ભજવે છે, તે બાબત મહત્વની નથી. દર્શકો
માને છે કે સલમાન જાતે જ એક પાત્ર છે. તેઓ સલમાનની અદા પર રિએક્ટ કરતાં હોય છે. દર્શકો સારી રીતે જાણે છે કે કેટરિના કૈફ સલમાનની પૂર્વ પ્રેમિકા છે. સલમાને હજી લગ્ન નથી કર્યા તે વિશે કેટરિના ફિલ્મમાં વાત કરે છે. આ સમયે દર્શકો હસે છે. જો ફિલ્મ સલમાનની હોય તો કોઈ પણ વાહિયાત રિમેક('બોડીગાર્ડ', 'રેડી') પણ દર્શકો માટે પૂરતી છે. અલબત્ત, આ વખતે 'કાબૂલ એક્સપ્રેસ' અને 'ન્યૂ યોર્ક' જેવી ફિલ્મ્સ દિગ્દર્શિત કરી ચૂકેલા કબિર ખાનની ફિલ્મ 'એક થા ટાઈગર' ખૂબ સુખદ અપવાદ છે.
• • •
એક તો, સમજુ ડિરેક્ટરે સુનિશ્ચિત કર્યું છે કે ફિલ્મમાં સ્ક્રિપ્ટ હોય. બે દુશ્મન દેશના ગુપ્તચર એજન્ટ્સ વચ્ચે પ્રેમ પાંગરી શકે તે રોમેન્ટિક વિચાર પ્રશંસ્ય સ્ટોરી રાઈટર આદિત્ય ચોપરા('દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'રબને બના દી જોડી')ની જ કલ્પના હોય શકે. એક છે આઈએસઆઈ(પાકિસ્તાનની ઈન્ટિર સર્વિસ ઈન્ટેલિજન્સ) એજન્ટ અને એક રૉ(RAW, ઈન્ડિયાઝ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)નો એજન્ટ.અભિનેત્રી ઘણી જ સહજ અને સુંદર લાગે છે. હિરો તો આખરે હિરો જ છે. બંને ઘણાં જ વેલ ડ્રેસ્ડ છે. આંખોને ગમી જાય તેવા ત્રણ દેશો ડબલીન, ઈસ્તંબુલ અને હવાનામાં પ્રેમનો ઈકરાર કરે છે. બંનેનું ડ્રેસિંગ દિલ મોહી લે તેવું છે અને લોકેશન્સ ઘણાં જ સારા છે. સરહદ પારનો રોમાન્સ રસપ્રદ તો છે. બંનેની કેમેસ્ટ્રી અદ્દભૂત છે. ફિલ્મ જોઈને આપણે કહી શકી છીએ કે ફિલ્મના નિર્માતા યશરાજે અહીંયા બિન નિવાસી દક્ષિણ એશિયન દર્શકોની સાથે ભારતના 'સિંગલ સ્ક્રિન'ના સલમાનના દર્શકોને એક સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે અને બંને પ્રકારના દર્શકોને આ પ્રયાસ નિરાશ કરશે નહીં તે નક્કી છે.
• • •
સલમાને ટાઈગર કોડ-નેમ ધરાવતાં રૉ-એજન્ટની ભૂમિકા ભજવી છે. તેનું કોડ-નેમ ટાઈગર છે. છેલ્લાં 12 વર્ષથી એક પણ રજા લીધા વગર તે આંતરરાષ્ટ્રીય સ્તરના વિવિધ પ્રોજેક્ટ પર કામ કરતો હોય છે. ગોપી(રણવિર શોરી) સલમાનનો સહાયક હોય છે. તેનું નામ મિથુન ચક્રવર્તીના ગન માસ્ટર જી9( 'સુરક્ષા', 'વારદાત')ની યાદ અપાવે છે. બંને જાસૂસોને ડબલીનમાં યુનિવર્સિટીના પ્રોફેસર, જે ભારતીય મિસાઈલ વૈજ્ઞાનિક(રોશન સેઠ, સલમાનની ફિલ્મમાં જોતાં નવાઈ લાગે)ની જાસૂસી માટે મોકલવામાં આવે છે. વૈજ્ઞાનિકના ઘરમાં ઘણીવાર એક યુવાન યુવતી (કેટરિના કૈફ) જોવા મળતી હોય છે. તે કદાચ વૈજ્ઞાનિકની સંબંધી છે અથવા તો કોઈ વિદ્યાર્થી છે. આ વૈજ્ઞાનિક ભારત દેશના રહસ્યો આઈએસઆઈને આપે તેવી શક્યતા છે. પણ તમને હજી ખબર નથી. કે ખબર છે. તમે શું વિચારો છે? વૈજ્ઞાનિકનું પાત્ર સ્ક્રિન પરથી સંપૂર્ણ ગાયબ થઈ જાય છે, અને સલમાન, બીજાં ઘણાં એજન્ટ્સ એનો પીછો કરતાં હોય ત્યારે, આર્યલેન્ડ, ઈરાક અને ક્યુબામાં મિની ટ્રક જોડે અથડાતી ટ્રામ પર કૂદકો મારતો, સીડી પર સરકતો, તે જ વખતે પાછો બે હાથમાં બંદૂકો લઈને શૂટ કરતાં પીછો કરે છે. જ્યારે લગભગ દર વખતે સ્થાનિક પોલીસ ફક્ત જોયા જ કરે છે.
• • •
વધુ પડતી પ્રચાર કરેલી ફિલ્મની એક મુશ્કેલી છે કે વારંવાર ટ્રેલર્સ આવવાથી ફિલ્મના સર્વશ્રેષ્ઠ દ્રશ્યોનો રોમાંચ જ મરી જાય છે. ફિલ્મ જોતાં આપણને એવું લાગે કે આ દ્રશ્યો તો આપણે પ્રોમોમાં જ જોઈ લીધા હતાં. પણ, આ દિલધડક એક્શન સીન્સ કરવાની મહેનત કંઈ ઓછી થઈ જતી નથી. હોલિવૂડ ફિલ્મનું બજેટ દસ ગણું વધારે હોવા છતાંય આવા જ એક્શન સીન્સ જોવા મળે છે. સલમાનની અન્ય ફિલ્મ્સ કરતાં આ ફિલ્મ ઘણી જ રીતે અલગ છે. આ ફિલ્મમાં અભિનેત્રીને બિલ્ડિંગ્સ પર કૂદકો મારવાનો, વિમાનમાં ઉડવાનો અને મુક્કો મારવાની તક મળે છે.
• • •
પછી આપણને ખ્યાલ આવે છે કે આ છોકરી તો આઈએસઆઈની એજન્ટ છે. રૉના ચીફ(ગિરીશ કર્નાડ) ઘણાં જ નિરાશ વદને કહે છે, ''દુનિયાના 200 દેશોમાંથી ટાઈગર પાકિસ્તાની યુવતીના પ્રેમમાં પડ્યો.'' ખરી રીતે તો, આ વાત ટાઈગરની ડ્યુટી બહારની છે. રૉની કાર્યપ્રણાલીને વાસ્તવિક રીતે રજૂ કરવામાં આવી છે. સરકારે ટાઈગર પાછળ પડવુંજ પડશે. આઈએસઆઈને વિશ્વભરમાં બદનામી મળે છે. ભારતીય ગુપ્તચર સંસ્થા જે રીતેની અનડિસ્ક્લોઝ્ડ રકમ (આ ટ્રિલિયન્સમાં હોઈ શકે છે) વાપરે છે તે પ્રમાણે ભારત પણ ગાંધીવાદી કે સોફ્ટ સ્ટેટ નથી.
• • •
ફિલ્મના બેય મુખ્ય કલાકારો પોતાના દેશ માટે દેશદ્રોહી બનતાં નથી. તેઓ બસ એકબીજાને પ્રેમ કરે છે. તમને ખબર છે કે અંતે પ્રેમની જ જીત થાય છે અને તમને એ પણ ખબર છે કે છેલ્લે સલમાન ખાનનો જ વિજય થશે.
• • •
સલમાન ખાનની આ ફિલ્મ તેને લાયક તો છે. 'દબંગ'ના ચુલબુલ પાંડે પછી પહેલી જ વાર અભિનેતાએ પાત્રને જીવંત કર્યું છે અને આટવું કહેવું પણ એ જ બહુ મોટી વાત છે.• • •
No comments:
Post a Comment