ગુજરાતી સુવિચાર(Gujarati Suvichar) 29-10-2012
GUJARATI QUOTES AND SAYINGS
ગુજરાતી સુવિચારો
દિલ મારું છે ગુજરાતી-કિશન રાડિયા
→•Sense Of Belonging•←
A Good feeling that you are a member of something. Like your family or a social club or a group of friends.
It is that, but really, it's about how we don't
Recognise the little things in life,
or appreciate the little things in life like belonging.
A sense of belonging is a big thing today.
• • •
પોતાની લાગણી પર પ્રહાર થવાની બીક લાગે ત્યારે માણસ સૌથી પહેલાં એ માણસને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે પોતે જ આવો સંબંધ એ વ્યક્તિ સાથે બાંધ્યો હોય તો પછી ભય કેમ?
• • •
લાગણીના સંબંધ એવા હોય જ્યાં નિશ્ચિંત બનીને જીવી શકાતું હોય, જે સંબંધથી સુખ મળતું હોય એને લોકો કેમ તોડી નાખે છે?
'જો આપણા બેમાંથી કોઇ એકને મરવાનું હોય તો બહેતર છે કે તું મરે’ સામાન્ય રીતે લગભગ દરેક માણસનો આ જ વિચાર હોય છે... આપણે બધાં જ જાતને સાચવીને જીવતાં શીખી ગયાં છીએ. આપણાથી બની શકે ત્યાં સુધી આપણે સામેના માણસ સાથે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એડજસ્ટ કરવાની દરેકની પોતપોતાની રીત અને કેપેસિટી(ક્ષમતા) હોય છે.
• • •
લગભગ દરેક માણસ પોતાના ઇગો અથવા અહમ્ને સાચવીને સંબંધોને જાળવવાનો પ્રયાસ કરે છે. જ્યાં સુધી સંબંધ આપણા ઇગોને તોડીફોડી ન નાખતો હોય, ત્યાં સુધી સંબંધ બગાડવાની ઇચ્છા લગભગ કોઇને હોતી નથી. ખાસ કરીને જેને આપણે 'અંગત’ સંબંધનું નામ આપીએ એવા સંબંધોમાં મોટા ભાગના માણસો પોતાની ક્ષમતાથી વધારે એડજસ્ટ કરવાનો પ્રયાસ કરે છે.
• • •
સહનશક્તિની હદ ન આવી જાય ત્યાં સુધી માણસો લાગણીમાં તણાવાનું પસંદ કરે છે... આ 'હદ’ દરેકને માટે જુદી જુદી હોય છે. ઇગો અથવા અહમ્ની વ્યાખ્યા પણ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે, તેમ છતાં માણસમાત્રનો સ્વભાવ છે કે જ્યાં સુધી એના ઇમોશન્સના ગળે છરી ન મૂકાય, ત્યાં સુધી એ પોતાના મનગમતા સંબંધમાંથી નીકળવાનું પસંદ કરતો નથી.
લાગણીના સંબંધ એટલે જ્યાં આપણે નિશ્ચિંત થઇને જીવી શકીએ, જ્યાં સુખ મળે જ્યાં હસી શકાય, દિલ ખોલીને રડી શકાય, જ્યાં પોતાના મનની વાત કોઇ પણ પ્રકારના ભય વિના કહી શકાય. જ્યાં બાળક થઇને વર્તી શકાય કે મેચ્યોર હોવાનો દાવો કરીને સલાહ આપી શકાય. જ્યાં નિ:સંકોચ માગી શકાય, જ્યાં મન નાનું કર્યા વિના આપી શકાય... આ નિશ્ચિંતતા અથવા સુખનો સાદો અર્થ 'સલામતી’ અથવા 'સિક્યોરિટી’ છે. માણસમાત્રને સેન્સ ઓફ બિલોન્ગિંગની ઝંખના હોય છે. પોતે કોઇ એક સ્થળે પોતાની જાતને પામી શકે એવું સરનામું શોધવાની ઝંખના લગભગ આપણને સૌને હોય છે.
• • •
આ સેન્સ ઓફ બિલોન્ગિંગ એટલે શું? આ એક એવી લાગણી છે, જ્યાં મન શાંત થઇ જાય. હવે અહીંથી ક્યાંય જવાનું નથી એવું નક્કી થઇ જાય. અહીંથી કોઇ ખસેડશે નહીં એવું બિનશરતી વચન જ્યારે સંબંધમાં મળી જાય, ત્યારે સલામતીની લાગણી અનુભવી શકાય છે. માણસ માત્ર ઇમોશનલી ઇનસિક્યોર પ્રાણી છે આજે મારી પાસે જે સુખ છે તે કાલે નહીં હોય તો શું થશે? એ વિચારમાત્ર એને ભીતર સુધી હચમચાવી મૂકે છે. આવતી કાલે આવી પડનારા દુ:ખની કલ્પના ઘણી વાર એને 'આજ’માં પણ સુખી થવા દેતી નથી... આ સલામતી મેળવવાના પ્રયાસમાં માણસ સંબંધ બાંધે છે અને આ જ પ્રયાસમાં સંબંધ તૂટી પણ જાય છે.
• • •
માણસનું મન એક એવું વિચિત્ર છે જેને બીજા તો ન સમજી શકે પણ ક્યારેક માણસ પોતે પણ સમજી શકતો નથી. કોઇ પણ સંબંધમાં સુખ, સ્નેહ કે શરીર ભળે છે એટલે તરત એ સંબંધ અસાલમતી અનુભવવા લાગે છે. મારી પાસે જે છે એ ટકશે કે નહીં એ વિચાર એને વિચલિત કરી મૂકે છે. જ્યારે માણસ અસાલમતી અનુભવે ત્યારે પ્રહાર કરવા ઉતાવળો થઇ જાય છે. કોઇ પોતાને નુકસાન પહોંચાડે એ વિચાર જ મોટા ભાગના માણસોથી સહન નથી થતો.
• • •
જ્યારે પોતાની લાગણી ઉપર પ્રહાર થવાની બીક લાગવા માંડે છે, ત્યારે એ સૌથી પહેલું પગલું સામેના માણસને નુકસાન પહોંચાડવા માટે ભરે છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે, 'ઓફેન્સ ઇઝ એ બેસ્ટ ડિફેન્સ’ એટલે જ્યારે સ્વબચાવનો પ્રયાસ કરવાનો આવે ત્યારે વળતો હુમલો કરવાનું માણસને સૌથી પહેલાં સૂઝે છે. લાગણીઓને ધક્કા મારી-મારીને એક એવા ખૂણામાં પહોંચાડી દેવામાં આવે કે જ્યાં પાછળ ભીંત સિવાય કશું ન હોય એટલે કે હવે વધુ ખસી શકાય, એડજસ્ટ કરી શકાય એવી કોઇ શક્યતા ન રહે ત્યારે માણસની અંદર રહેલું રાની-જંગલી પશુત્વ જાગે છે. એને જ્યારે એમ લાગે કે એની લાગણી ઉપર જીવલેણ પ્રહાર થવાનો છે ત્યારે મોટે ભાગે કોઇ માણસ એ પ્રહાર થાય ત્યાં સુધી રાહ જોવા તૈયાર નથી હોતો.
એ પહેલાં જ પોતાની જાતને બચાવીને સામેના માણસને નુકસાન પહોંચાડવાની એની માનવસહજ વૃત્તિ એને મજબૂર કરી નાખે છે કે એ એની સૌથી પ્રિય વ્યક્તિને સૌથી વધુ પીડા આપે... આ પીડા આપતી વખતે માણસને પોતાને કશું નથી થતું અથવા એ પોતાના પ્રિયજનની પીડા અનુભવી નથી શકતો એવું નથી... પરંતુ દુનિયાનો દરેક માણસ 'સ્વબચાવ’ની વૃત્તિ ધરાવે છે. સંતથી શરૂ કરીને શેતાન સુધી દરેકેદરેક માણસ અંતે માનવસહજ પ્રકૃતિને આધીન છે. માફ કરવાની કોઇની આવડત અને શક્તિ કદાચ વધારે હોય તો પણ એ દરેક શક્તિની એક મર્યાદા છે. જે ક્ષણે આ મર્યાદા ઓળંગી જવામાં આવે છે એ ક્ષણે એની અસાલમતી એના મન પર કબજો કરી લે છે...
• • •
ઇમોશનલી અસાલમત થઇ ગયેલો માણસ ફક્ત એક જ વિચાર કરી શકે છે અને એ છે ઓછામાં ઓછા નુકસાનથી બહાર નીકળી જવાનો પ્રયાસ. પોતે જેટલું આપી ચૂક્યો છે એ કદાચ પાછું નહીં લઇ શકાય એવી સમજ સાથે માણસ પોતાની લાગણીને સમેટવા લાગે છે. વિખરાઇ ગયેલા અસ્તિત્વના ટુકડાને ધીમે ધીમે એકત્રિત કરવા માંડે છે.
સામેની વ્યક્તિ પર મૂકી દીધેલો સંપૂર્ણ વિશ્વાસ અને એને સોંપી દીધેલી સંપૂર્ણ ઇમોશનલ જવાબદારીઓમાંથી એ ધીમે ધીમે પોતાની જાતને પાછી લેવા માંડે છે. આ એક એવી વૃત્તિ છે જે એના સ્વબચાવ માટે, એના અસ્તિત્વ માટે અનિવાર્ય બની જાય છે. અસલામતી સાચી છે કે ખોટી એનો વિચાર ભાગ્યે જ કોઇ કરે છે... અસલામતીની લાગણી ખરેખર એવી લાગણી છે કે જેમાં પૃથક્કરણ-એનાલિસીસ કરવા જેટલી બુદ્ધિ કે બેલેન્સ ભાગ્યે જ ટકી શકે છે.
• • •
એક વાર અસલામત થઇ ગયેલો માણસ પછી એ જ દિશામાં વિચરતો થઇ જાય છે. એની આસપાસ બનતી દરેક ઘટનાઓ એને ઓછાવત્તા અંશે એ જ દિશામાં ધકેલે છે. એના વિચારો, માન્યતાઓ વધુ ને વધુ દૃઢ થતાં જાય છે. જે ખરેખર ન પણ બનતું હોય એ પણ એને દેખાવા અને વંચાવા લાગે છે. જે ન કહેવાયું હોય એ એને સંભળાવા લાગે છે...
• • •
પોતાનો એક પણ ઘા બીજાને નથી દેખાયો એમ માનીને પોતાની પ્રિયતમ વ્યક્તિને સૌથી વધુ પહોંચાડયાનો આનંદ એની અસાલમતીના દુ:ખને ઘટાડવામાં એની મદદ કરે છે. છતાં આ બધા પછી શું એ પોતાનો સંબંધ પોતાની જાત સાથે ફરીથી એવો ને એવો ગોઠવી શકે છે? શું બધું જ પહેલાં જેવું થઇ જાય છે? કોઇ એક વ્યક્તિને છોડી દેવાથી એને એની સલામતી પાછી મળે છે? સ્થળ કે વ્યક્તિ છોડીને નીકળી જવાથી પોતાના ઇમોશન્સ અથવા પોતાની લાગણીઓ પાછી હતી એવી થઇ શકે છે? અને જો આવું નથી થઇ શકતું તો ત્યાં જ રહીને પરિસ્થિતિને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો વધુ યોગ્ય નથી? આપણી ઇમોશનલ સલામતી જ્યારે બીજા પર આધારિત હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થવાના ચાન્સ વધતા જાય છે.• • •
માણસની સલામતી એના પોતાના ઇમોશન પર આધારિત હોવી જોઇએ. બહારની કોઇ વ્યક્તિ આપણે ઇમોશનલ બેલેન્સ કે સલામતી આપી શકશે એમ માનવું એનાથી મોટી અસલામતી બીજી કોઇ નથી.• • •

No comments:
Post a Comment